છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙના જિલ્લામાં મેઘમહેર થઈ છે. ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ ડેમ હાઇ લેવલની સપાટીએ પહોંચી ચૂક્યા છે. વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટÙમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેવા સંજાગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪ કલાકમાં ધીમીધારે વરસેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જિલ્લાના જળાશયો, ડેમ અને ચેક ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં રહેતી હોય છે, અને ડેમોના તળિયા દેખાઈ જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા અને ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાના કારણે ઓગસ્ટ મહિનામાં જ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક સાથે સરેરાશ ૮૦ ટકા જેટલા પાણીથી ભરાઈ ગયા છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમમાંથી તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલથી રોજ ૧૬૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. તે પૈકી સૌની યોજનામાં ૬૦૦ ક્યુસેક અને કેનાલ મારફતે ૮૦૦ ક્યુસેક પાણીની જાવક પણ શરૂ કરવામાં આવી છે. ૧૬૦૦ ક્યૂસેક પાણીની આવક સામે માત્ર ૧૪૦૦ ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. ત્યારે ૮૨.૨૨% જેટલી સપાટીએ ધોળી ધજા ડેમ પણ છલોછલ ભરેલો છે.