સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ હાઈવે પર વસ્ચાડી ગામ, બૂટભવાની પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી ટ્રક અટકાવીને તપાસ કરી હતી. જેમાં ટ્રકમાંથી રૂ. ૧,૩૧,૧૩,૯૪૩ની કિંમતની ૨૪,૬૩૦ દારૂની બોટલોઅને ટીન, ટ્રક અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૧,૬૧,૨૬,૦૫૩નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ચુતરારામ એ. જાટ અને ક્લીનર માંગીલાલ ટી.સાઉની ધરપકડ કરી હતી.જ્યારે પંજાબથી દારૂનો જથ્થો મોકલનારા અનિલ પંડ્યા, પંજાબથી દારૂ ભરી આપનાર અજાણ્યો શખ્સ તથા કચ્છ મુંદ્રા ખાતે દારૂનો જથ્થો મંગાવનારા શખ્સ સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાધ ધરી છે.