સુરેન્દ્રનગરમાં તળાવડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે.. ફુલગ્રામ ગામમાં તલાવડીમાં ડુબી જવાથી બાળકનું મોત થયું. બાળકના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલમાં લવાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. મૃતક બાળકનું નામ દિપક વનાળી હોવાનું સામે આવ્યું છે.
હજુ ૧૦ દિવસ પહેલાજ ગત ૧૬ તારીખે નવસારીમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ૬ વર્ષની માસુમ બાળકીનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. નવસારીમાં ૬ વર્ષની માસુમ બાળકી પોતાના ૪થી ૫ મિત્રો સાથે રમતા-રમતા કસ્બા નજીક પુર્ણા નદીમાં ન્હાવા પડી હતી. ન્હાવા પડેલી નાની ભૂલકી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યું નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બાળકીની લાશ બહાર કાઢી હતી અને બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
તો આ જ મહિનામાં એટલે કે મે મહિનાની ૬ તારીખે અમરેલીના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં ૪ બાળકો નાહવા પડ્યા હતા, અને ચારેય બાળકોના ડુબી જતા મોત થયા હતા.. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો નદી કિનારે દોડી આવ્યા હતા. તેમજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા










































