વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ભારતમાં ત્રીજી લહેર આવશે. જો કે આ દાવાઓ કેટલા સાચા છે તે સતત વધી રહેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સમજી શકાય છે. ગુજરાતમાં જોમનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પુષ્ટી બાદ હવે રાજ્યમાં તંત્ર અને સરકાર એલર્ટ થઇ ગયા છે.
જણાવી દઇએ કે, ત્રીજી લહેરની એન્ટ્રી તરફ દેશ આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં દિલ્હીમાં ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે. કહેવાઇ રહ્યુ છે કે આ શખ્સ આફ્રિકાથી લિંબડી આવ્યો હતો. કોરોના પોઝિટિવ શંકાસ્પદ મળી આવેલા આ પુરુષની ઉંમર ૪૮ વર્ષ છે. આ શખ્સ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ તે તપાસવા માટે તેના સંમ્પલને ગાંધીનગરમાં મોકલવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ શખ્સ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ. ૪૮ વર્ષિય શખ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેના પરિવારને હોમ ક્વોરેન્ટિન કરી દેવામાં આવ્યો છે.