સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા વસ્તડી ગામની શાળામાં ગમખ્વાર દુર્ઘટના બની. શાળાના ૯માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગી જતા મોત નીપજ્યું. જે બાદ પરિજનોમાં અને ગામના લોકોમાં શોકનો માહોલ છે. જેને લઇ શાળા અને શિક્ષક સામે પણ અનેક આક્ષેપ લાગી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુમિત રૂદાતલા નામનો વિદ્યાર્થી શાળામાં હતો. ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે, મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા છે કે, એક શિક્ષકે વિદ્યાર્થીને મોટર ચાલુ કરવા મોકલ્યો હતો. જે બાદ આ દુર્ઘટના બની છે. સાથે એવા પણ આક્ષેપ કર્યા કે વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવાને બદલે મજૂરી કામ કરાવવામાં આવે છે.
મહત્વનુ છે, મૃતક વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જા કે ઘટનાને લઇ લોકોમાં આક્રોશનો માહોલ જાવા મળ્યો છે. મૃતકના પરિજનો અને ગામના આગેવાને શાળાની બેદરકારી હોવાનું જણાવ્યું છે. ત્યારે સવાલ ઉભા થાય છે, શું શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે કે મજૂરી કરાવાય છે? અને આ વિદ્યાર્થીનું મોત થયું તેનું જવાબદાર કોણ? તો, હવે જાવાનું રહ્યું કે આગામી સમયમાં શાળા કે શિક્ષકો સામે કોઇ તપાસ કાર્યવાહી થાય છે કેમ ?