આજે સવારે સુરેન્દ્રનગર લખતર હાઇ- વે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે ૧૫થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ ૪ લોકોના મોત થયા છે.
આ દુર્ઘટનામાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ૧૦૮ મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.
આ ઘટના વિશે મળકી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ છે. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા ૧૫થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.