સુરેન્દ્રનગરના થાનગઢના મોરથળા રોડ પર પિતા-પુત્રની હત્યાના બનાવથી પરિવારમાં શોકનો માહોલ છે. વાડી વિસ્તારમાં પિતા-પુત્રની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પત્નીના ભાઈએ સાગરિતો સાથે ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરના થાનગઢના મોરથળામાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે, પ્રેમ લગ્નના વિરોધમાં પત્નીના પિયરીયાઓએ આ હત્યા છે, પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે, પોલીસે આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી છે. વિસ્તારના સીસીટીવી કેમેરા પણ કબજે લેવામાં આવ્યા છે અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
સાંજે પરિવાર ઘરમાં બેઠો હતો ત્યારે બે શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પિતા-પુત્રના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે યુવતી સાથે પુત્રએ લગ્ન કર્યા છે તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે પુત્રએ જેની સાથે લગ્ન કર્યા છે તેના પરિવારજનોએ જ તેની હત્યા કરી હોવાની પોલીસને શંકા છે.
ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ સંદર્ભે થાનગઢ પોલીસે હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. તે જાવાનું બાકી છે.