સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. જિલ્લામાં લૂંટ, હત્યા અને મારામારી સહિતના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં જારાવરનગર વિસ્તારમાં આવેલ મયુર પાનના માલિકનું એક શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની નિપજાવી કાઢી હતી.
વિગતો મુજબ, અગાઉ જીતુભા ગોહિલએ વનરાજ કાળુભાઈ ખાચર પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસાનું મન દુઃખ રાખી આરોપી વનરાજ ખાચર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જીતુભાનું મોત નિપજ્યું હતું. ભર બજારમાં ફાયરીંગના પગલે તમામ દુકાનો-ધંધા, રોજગાર બંધ થયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે ઘટના સ્થળે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
કોઈ અચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જારાવરનગરની મુખ્ય બજારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૃતક જીતુભાઈ ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસે એફ.એસ.એલ. સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે ન્ઝ્રમ્, ર્જીંય્ સહિતની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે, ત્યારે વનરાજ કાઠી પર અગાઉ રાઇટીંગ સહિતના બેથી ત્રણ ગુનાઓ પણ નોંધાયા હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. મૃતકના પરિજનોએ આરોપીને ઝડપથી પકડીને તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.