અમરેલી,તા.૧૯
ધારી તાલુકાના ગોવિંદપુર ગામના સુરત સ્થિત ગ્રામજનોનો એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ગત તા.૧૬/૬/૨૪ ના રોજ અંદાજે ૭૦૦ ગ્રામજનોની હાજરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામના યુવાનોનું ક્લાસ-૧, ક્લાસ-૨ માં સ્થાન મેળવનાર
આભાર – નિહારીકા રવિયા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ. ગોવિંદપુર ગામમાં જરૂરિયાતમંદ લોકો માટે ટીફીન સેવા શરૂ કરવામાં સુરત યુવક મંડળનો મોટો ફાળો છે. સમારંભના અધ્યક્ષ અને મૌની એજ્યુકેશન સ્કૂલના એમ.ડી. જીતુભાઈ સોજીત્રાએ જણાવેલ કે શિક્ષણ એજ વિકાસની ત્રીજી આંખ છે. શિક્ષણ વગર આ વિકસતા યુગમાં કોઈ જગ્યાએ સ્થાન નથી. તમારા સંતાનોને ભણતર સાથે ગણતરનું સામાજિક જ્ઞાન આપશો. આ કાર્યક્રમમાં મહેશભાઈ નાકરાણી, અશ્વિનભાઈ ઉમરેટીયા, સંજયભાઈ સતાસીયા, અરવિંદભાઈ સતાસીયા, કેયુરભાઈ સતાસીયા, અન્ય દાતાઓ હાજર રહ્યાં હતા. ગોવિંદપુર ગામમાં વરસો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવનાર ગ્રામગુરૂ વલ્લભભાઇ રામાણીએ આ સંમેલનને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે વતનથી દૂર ગ્રામજનો એક થઈને સુખ; દુઃખમાં ભાગ લઇ સાથે રહે છે તે આંનદની વાત છે.