રાજ્યમાં નાર્કોટિક્સ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર નાર્કોટીક્સ પકડાય છે. સુરત શહેરમાંથી ફરી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. ૩૫ લાખથી વધુનું ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અંદાજિત ૩૫૨.૭૦ ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુંબઈથી ડ્રગ્સ આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે.સુરતના અડાજણ ખાતેથી એમડી ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ સુરત શહેર એસઓજીએ ડ્રગ્સ પકડી પાડ્યું છે.
આ પહેલા કચ્છમાં ગાંધીધામમાંથી રૂ. ૧૨૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ખારી રોહર વિસ્તારમાંથી ૧૧ કિલો કોકેઇન ઝડપાયું છે. ૧૧ કિલો કોકેઇનની બજારકિંમત ૧૨૦ કરોડ રૂપિયા છે. સ્થાનિક પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. કચ્છ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પૂર્વ કચ્છમાંથી પોલીસે
આભાર – નિહારીકા રવિયા કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી ૧૧ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે ૧૨૦ કરોડ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ડ્રગ્સ જપ્ત કર્યા પછી હવે કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
એક દિવસ અગાઉ પણ ગુજરાત છ્‌જી અને દિલ્લી દ્ગઝ્રમ્ની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧૮૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસ અને દિલ્લી એનસીબીની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.