ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં એસ.ટી. નિગમની ૧૦૦ નવી બસનું લોકાર્પણ કર્યુ હતુંં. તેમણે લીલી ઝંડી બતાવી બસો રવાના કરી હતી. તેમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ ૫૦૦ જેટલી બસો એસ.ટી. નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતની વસ્તી દાયકામાં દસ કરોડને આંબી જશે તેને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહનને ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક સુવિધા સાથેની બસોમાં મુસાફરો વધુ આરામદાયક મુસાફરી કરી શકશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસ.ટી.ની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતુંં. ત્યારબાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતુંં કે ૧૩થી ૧૪ મહિનામાં ૧૬૨૦ બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઇ છે. ૨૭ લાખ મુસાફરો પ્રતિદિન જી્‌ બસમાં મુસાફરી કરે છે. આવનારા ૧૨ મહિનામાં ૩૦ લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સો બસોમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી.