ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે. એક સમયે પંજોબમાં ડ્રગ્સ માટે બદનામ હતું, ત્યારે હવે ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનુ સેન્ટર બની ગયુ છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સુરત બાદ હવે જોમનગરમાંથી ૧૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રોઝી બંદર પાસે એટીએસ અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૨ કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ હતું.
આ પહેલા સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજો સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ (ઉ.વ.૩૭) ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું મળતી માહિતી અનુસાર સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે એક કરોડ રૂપિયાના ગાંજો સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના ડ્રગ્સનૂ દૂષણ ડામવા માટે કટિબદ્ધ બન્યા છે. ત્યારે તેમના હોમ ટાઉનમાં જ બીજો શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે. જોકે, એક કરોડના ગાંજોના મામલામાં અનેક મોટા નામ ખૂલે તેવી શક્યતા છે.