સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ. ભરૂચમાં બે કોમના ટોળા સામ-સામે આવી ગયા. એક કોમના ટોળાઓ પથ્થરમારો કરતા વાહનોમાં મોટાપાયે તોડફોડ કરી નુકસાન પંહોચાડ્યું.
આ બનાવ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર બનવા પામ્યો. ભરૂચમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બબાલ થતા બે-કોમના લોકો વચ્ચે મોટો ઝગડો થયો. બે-કોમ વચ્ચે મોટો હંગામો થતા મામલો થાળે પાડવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ. એસપીની તાત્કાલિક કામગીરીથી સ્થિતિને કાબૂમાં કરવામાં આવી.
અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં કિશોરો દ્વારા ગણેશના પંડાલમાં પથ્થરમારો કરવાની ઘટના બની હતી તેના થોડા જ દિવસોમાં ભરૂચમાં બે કોમ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી મોટો ઝગડો થતા પથ્થરમારો કરી વાહનોને નુકસાન પંહોચાડવામાં આવ્યું. મામલો બીચકતા એસપી મયુર ચાવડા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો. એસપીએ તાત્કાલિક ધોરણે સ્થિતીને કાબુમાં કરતા તહેવારમાં શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર અસમાજિક તત્વો પર હાલમાં નિયંત્રણ કર્યું છે.