ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે રાજ્યનું બીજું ગોલ્ડ એટીએમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. છ્‌સ્ મારફતે ૧ થી ૨૫ ગ્રામ સુધી સોના-ચાંદીનાં સિક્કાની ખરીદી કરી શકાશે.
ગાંધીનગર સેક્ટર ૨માં આવેલા ચાર્વેદ કોમ્પલેક્સમાં ગોલ્ડ છ્‌સ્ શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલનાં હસ્તે ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ભાજપના કેતન પટેલ સહિત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.એટીએમ મારફતે લોકો ૧ થી ૨૫ ગ્રામ સુધીના સોનાનાં સિક્કાની ખરીદી કરી શકશે. ઉપરાંત યુપીઆઇ ઓનલાઈન બેન્કિંગ કે ક્રેડિટ કાર્ડથી ચુકવણી પણ કરી શકશે.
ધારાસભ્યે જણાવ્યું હતું કે, સોના-ચાંદીનું આપણા દેશમાં, સમાજમાં વિશેષ મહત્વ છે, શુભ પ્રસંગે સોનું ખરીદવાની પણ પરંપરા છે, રાત્રે કે વહેલી સવારે જ્વલેર્સની દુકાનો બંધ હોય ત્યારે ૨૪ કલાક પૈસા ઉપાડી શકાય તેમ સોનું ખરીદી શકાય તેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાં ગોલ્ડ છ્‌સ્ ખુલ્લું મૂકાયું હતું. જેમાં ૧ થી ૨૦ ગ્રામ સુધીના સોનાનાં સિક્કા ખરીદી શકાશે.