અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી ટીમને સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાં ગુનો કરી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી. જેથી અમરેલી એલસીબીએ સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનાં વિવિધ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી અશ્વિન રમેશ પાનશેરીયા રહે. પુણા ગામ, કારગીલ ચોક સુરત વાળાને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીનું મૂળ ગામ ગમા પીપળીયા તા. બાબરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત ડીસીબી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી