સુરત પોલીસે મોટી માત્રામાં ગાજાનો જથ્થો પકડ્યો છે. સુરત પોલીસે માહિતીને આધારે અટોદરા નાની નરોલી ગામેથી ગાંજાનો આ જથ્થો પકડ્ો હતો. પોલીસે આ કેસમાં ૭૪૦ કિલોગ્રામ ગાંજાનો જત્થો કબજે કર્યો છે. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત ૩ આરોપીની ધરપકડ કરી છે. કબજે કરાયેલા ૭૪૦ કિલોગ્રામ ગાંજાની કિંમત ૭૪,૦૩,૩૦૦ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તપાસમાં ગાંજાનો આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી કન્ટેઈનરમાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનો જથ્થો મોકલનારા શખ્સ સહિત અન્ય ત્રણ ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.