સંઘ શક્તિનો વિકાસ થાય તેવા ઉદ્દેશ સાથે
લાઠી લેઉવા પટેલ સોશિયલ
ગૃપ સુરત દ્વારા આયોજિત બે દિવસીય “લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ” સુરત ખાતે પરિપૂર્ણ થઈ હતી. લાઠીનાં તમામ પરિવારો અને નવયુવાનોને એકમંચ પર લાવીને એકતા મજબૂત કરવા તેમજ સૌના સાથ સહકાર થકી સામાજિક, આર્થિક, વ્યવહારિક પ્રસંગો વધુ સરળ અને સુચારુ રુપે થઈ શકે અને સંઘ શક્તિ વિકસે એ ઉદ્દેશથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં સુરત મેયર દક્ષેશભાઈ માવાણી, મનજીભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ શંકર, વિજયભાઈ દેસાઈ, હિતેશભાઈ વાવડિયા, આર.કે. ધોળકિયા સહિત સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.