ગુજરાત સ્થાપના દિન અંતર્ગત ખોડલધામ ફાર્મ સુરત ખાતે આજે કુંભાણી પરિવારના તૃતીય સ્નેહમિલન સમારોહ-ર૦રરના શુભ પ્રસંગે પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં પપ૧ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તથી કુંભાણી પરિવાર ગુજરાતના પ્રમુખ દિનેશભાઈ કુંભાણી અને નિલેષભાઈ કુંભાણીની રક્તતુલા કરી જરૂરીયાતમંદ સુધી રક્ત પહોંચાડવા એક અનોખો પ્રયાસ કરાયો હતો.