સુરત શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચી ૨૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હોવાની સીઆઇડી ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો હતો. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે ૫ લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું.સીઆઇડી ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ ૧ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે સીઆઇડી ક્રાઈમે તપાસ શરૂ કરતાં સુરતના સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ મામલે વધુ ખુલાસા થયા હતા. તપાસમાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવતાં સરકાર ચોંકી ઉઠી છે. એક પછી એક કૌભાંડના પાના ખુલતા જાય છે ત્યારે તપાસ મામલે હવે ગાંધીનગર વિજિલન્સ ટીમની સુરતમાં એન્ટ્રી થઈ છે. બિલ્ડર નરેશ શાહ, મનહર કાકડિયા, લોકનાથ અને આસ્વાનીનું કારસ્તાન સામે આવ્યું છે.
વિજિલન્સનાં એડિશનલ કલેક્ટર કોમલ પટેલની આગેવાનીમાં તપાસને આગળ વધારવામાં આવી હતી. કલેક્ટર, સિટી સર્વે વિભાગનાં દસ્તાવેજા મંંગાવી ચકાસણી કરવામાં આવી રહી છે. સાયલન્ટ ઝોન પ્રોજેક્ટ સુરત ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવ્યો છે. આઝાદ રામોલિયાએ સમૃદ્ધિ કોર્પોરેશનનાં ભાગીદારો સામે ફરિયાદ કરી છે. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે. માહિતી મુજબ કલેક્ટરનાં અધિકારીઓ વિરૂદ્ધ પણ ઝ્રૈંડ્ઢ ક્રાઈમમાં ફરિયાદ કરાઈ છે.
સુરતમાં બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે ૫ લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે.સીઆઇડી ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ ૧ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ ૨૦૨૨માં જીગ્નેશભાઈ નામક બ્રોકર ખેડૂત આઝાદ ચતુરભાઈ રામોલિયા પાસે બ્લોક નંબર ૮૦૩નું પ્રોપટી કાર્ડ લઈ જમીનના વેચાણ અંગે વાત કરી હતી. ખેડૂત રામોલિયાએ ડુમસ વિસ્તારમાં બ્લોક નંબર ૮૧૫, ૮૦૧-૪, ૮૩, ૭૮૭-૨વાળી જમીન ખરીદી હતી. રામોલિયાએ વેબસાઈટ પર ચેક કરતા જમીનના સર્વે નંબરો અલગ અલગ દેખાતા હતા. જુદી જુદી વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ૨૫૦૦ કરોડનું મસમોટું કૌભાંડ આચર્યુ હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ષડયંત્રમાં તતકાલિન નાયબ નિયામક કે.પી.ગામીત, ભાગીદારો મનહર કાકડિયા, પ્રકાશ આસવાની, લોકનાથ ગંભીર,નરેશ શાહ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ બાબતે ખેડૂત આઝાદ રામોલીયાએ ઓગસ્ટ ૨૦૨૩માં સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી, અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતે પોતાની જમીન બિનખેતીની છે કે નહીં તે જાણવા ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કલેક્ટરને પત્ર લખ્યો હતો. ત્યારે જવાબ મળ્યો હતો કે કોઈ જમીન બિનખેતીની ન થઈ શકે. ત્યારપછી પ્રોપર્ટી કાર્ડ રદ કરવા અરજી કરાઈ હતી પરંતુ કાર્ડ રદ કરાયું નહોતું.