ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર સુચારિતા મોહંતીએ પાર્ટીને ટિકીટ પાછી આપી છે. મોહંતીએ ટિકીટ પાછી આપવાની જાણકારી આપતાં કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણી લડવા માટે તેમની પાર્ટી તરફથી મળનાર રકમ આપવામાં આવી નથી. જેના લીધે તે ચૂંટણી પ્રકાર કરી શકતી નથી. પુરી સીટ પર સુચિતા મોહંતીનો મુકાબલો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સાથે હતો.
પુરી લોકસભા સીટ પર વોટીંગ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ૨૫મે ના રોજ થવાની છે. આ સીટ પર ઉમેદવારીને અંતિમ તારીખ ૬મે છે. ભાજપના અરૂપ પટનાયક અને ભાજપન સંબિત પાત્રાએ પહેલાં જ ઉમેદવારી પત્ર દાખલ કરી દીધું છે. મોહંતીનું નામાંકન હજુ બાકી છે. તો બીજી તરફ પુરી ઉમેદવારે કોંગ્રેસને એવા સમયે ટિકીટ પરત કરી છે, જ્યારે સુરતમાં પાર્ટી ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતાં ભાજપના ઉમેદવાર નિર્વિરોધ જીત મળી, જ્યારે ઇન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત લઇ લીધું છે.
ઓડિશા ટીવીના રિપોર્ટ અનુસાર કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ ફંડ ન મળવાની પોતાની પરેશાની જણાવી છે. તેમણે કહ્યું કે ‘પુરી સંસદીય ક્ષેત્રમાં અમારો ચૂંટણી પ્રચાર અભિયાન પ્રભાવિત થયો છે, કારણ કે પાર્ટી મને ફંડ આપવાની ના પાડી દીધી છે. એઆઇસીસી ઓડિશા પ્રભારી ડો અજાય કુમારે સ્પષ્ટ રૂપથી કહ્યું કે હું પોતે પ્રચારની જવાબદરી ઉઠાવીશ.
તેમને કહ્યું ‘હું એક પગારદાર પત્રકાર હતી, જેણે ૧૦ વર્ષ પહેલાં રાજકારણમાં પગ મુક્યો છે. હું પુરીમાં મારા અભિયાનમાં મારું બધુ અર્પણ કરી દીધું છે. હું મારા ચૂંટણી અભિયાનને સપોર્ટ કરવા માટે પબ્લીક ડોનેશન કેમ્પેન પણ ચલાવ્યું, પરંતુ અત્યાર સુધી તેમાં કોઇ ખાસ સફળતા મળી નથી. હું ચૂંટણી પ્રચાર પર થનાર ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન પણ કરું છું. સુચારિતાએ કહ્યું કે મને ખેદ છે કે પાર્ટી ફંડિંગ વિના પુરીમાં ચૂંટણી પ્રભાવ સંભવ નથી. એટલા માટે હું સંસદીય ક્ષેત્ર માટે કોંગ્રેસની ટિકીટ પરત કરું છું.’