સુરતનાં મહીધરપુરામાં ૬૮ વર્ષના વૃદ્ધે ૧૭ વર્ષની સગીરા સાથે અડપલા કર્યાની જાણ તેની માતાને કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિધરપુરા પોલીસે આરોપી ગણેશ ગિલિટવાલાની ધરપકડ કરી છે.
સુરતમાં મહીધરપુરામાં ૬૮ વર્ષનાં વૃદ્ધે ૧૭ વર્ષની સગીરા સાથે અડપલા કર્યા હતા. વૃદ્ધે ધો. ૧૨માં અભ્યાસ કરતી સગીરા પર દાનત બગાડી હતી. સગીરાને કોલ કરી તારી મમ્મીનું પાર્સલ આવ્યું કહીને બોલાવી હતી. સગીરાને અશ્લીલ ફોટા બતાવી શારીરિક અડપલા કર્યા હતા. મહિધરપુરા પોલીસે આરોપી ગણેશ ગિલિટવાલાની ધરપકડ કરી છે.અગાઉ બોટાદના રાણપુરમાં સગીરા સાથે અજપલાની ઘટના સામે આવી હતી. દરમિયાન સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો હતો. આ બનાવની વિગત મુજબ આરોપીએ સગીરાને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. બાદમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.