શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં એક મોડેલે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ૧૯ વર્ષીય મોડેલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.
સુરતના સારોલી વિસ્તારમાં ૧૯ વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૂળ મધ્ય પ્રદેશની મોડેલ સુખપ્રીત કૌર પોતાની ત્રણ મહિલા મિત્રો સાથે રૂમમાં રહેતી હતી. જ્યારે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર મોડેલ સુખપ્રતી કૌર માત્ર ચાર દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગ કરવા માટે આવી હતી. તે અહીં અન્ય ત્રણ મહિલા મિત્રો સાથે રહેતી હતી. મોડલના આપઘાતની જાણ થતાં સારોલી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ મોડેલના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. જ્યારે મોડેલે કોઈ સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે કેમ, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મોડેલ સાથે રૂમમાં રહેતી સ્ત્રી મિત્રોની પૂછપરછ હાથ ધરી આપઘાતનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી શકે છે.