સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની તરુણીને તેના મહોલ્લામાં જ રહેતા એક તરુણે કામ છે કહી અન્ય તરુણ મિત્રને ત્યાં લઈ જઈ તારા મિત્ર સાથેના ફોટા અમારી પાસે છે, અમને કામ કરવા દે નહીંતર તારા માતાપિતાને બતાવી દઈશ તેવી ધમકી આપી તે મિત્ર સાથે મળી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. તે વેળા અન્ય બે તરુણ વોચ રાખતા હતા. દુષ્કર્મ બાદ વિડીયો વાયરલ કરી દેવાયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય તરુણી ગત સાતમીના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે હાજર હતી ત્યારે મહોલ્લામાં જ રહેતો વિધર્મી તરુણ તેને મહોલ્લામાં રહેતા અન્ય તરુણ મિત્રને ત્યાં આવ કામ છે કહી લઈ ગયો હતો. ત્યાં વિધર્મી તરુણ તેને ધક્કો મારી અંદર ધકેલ્યા બાદ જબરદસ્તીથી પહેલા માળે લઇ ગયો હતો. ત્યાં હાજર તરુણ મિત્ર અને વિધર્મી તરુણે તરુણીને બેડ પર બેસાડી અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહીંતર તે ફોટા તારા માતા પિતાને બતાવી દઈશું તેવી ધમકી આપી બે ત્રણ તમાચા મારી વિધર્મી તરુણે દુષ્કર્મ કર્યું હતું.
તે સમયે અન્ય તરુણ મિત્રએ પોતાના મોબાઈલ ફોનમાં દુષ્કર્મનું રેકોર્ડીંગ કરી બાદમાં તેણે પણ દુષ્કર્મ કર્યું હતું. તે સમયે તેમના બે અન્ય તરુણ મિત્રો બહાર ગેલેરીમાં ઉભા રહી કોઇ આવે નહી તે જાતા હતા. તરુણીએ બનાવ અંગે કોઈને જાણ કરી નહોતી.પ રંતુ બાદમાં તરુણોએ તેનો વિડીયો વાયરલ કરતા તરુણીએ માતાને જાણ કરી હતી. માતાએ પોલીસમાં જાણ કરતા સલાબતપુરા પોલીસે ગત મોડીરાત્રે તરૂણીની ફરિયાદના આધારે દુષ્કર્મ, પોક્સો એક્ટ, આઈટી એક્ટ અને એકટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી ચારેય તરુણની અટકાયત કરી છે. વધુ તપાસ એસીપી ( એસ.સી.એસ.ટી સેલ ) આર.કે.ઝાલા કરી રહ્યા છે.