સુરતમાં ૨૩ વર્ષીય શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. આશરે ૫ દિવસ બાદ આ શિક્ષિકા અને વિદ્યાર્થી મળી આવ્યા હતા. ત્યારબાદ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સંબંધનો ખુલાસો થયો અને બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા તે પણ સામે આવ્યું હતું. આ ઘટનામાં શિક્ષિકાને ૨૦ સપ્તાહનો ગર્ભ હોવાના ખુલાસા બાદ તેના ગર્ભનું ડ્ઢદ્ગછ પરીક્ષણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આજે સુરત જેલમાં બંધ શિક્ષિકાના ગર્ભના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવતા સમય લાગી શકે છે.
સુરતની આ ઘટનાની સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. સુરતમાં ટ્યૂશન ક્લાસ ચલાવી રહેલી ૨૩ વર્ષીય શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ હતી. આ શિક્ષિકા હાલ જેલમાં બંધ છે. હવે તેના ગર્ભના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ શિક્ષિકા ગર્ભપાત કરાવશે કે નહીં આ અંગે તેના વકીલે જણાવ્યુ કે ગર્ભપાત અંગે વિચારણા ચાલી રહી છે. જાકે જેલમાં બંધ શિક્ષિકા જામીન માટે કોર્ટમાં અરજી કરી શકે છે.
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર શિક્ષિકા અને આ વિદ્યાર્થીના પ્રેમ સંબંધમાં રોજરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. શિક્ષિકાના ગર્ભમાં રહેલું બાળક કોનું છે તે અંગે ડીએનએ સેમ્પલના રિપોર્ટ બાદ સામે આવશે. જેલમાં બંધ શિક્ષિકાને ૨૦ સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ૧૧ વર્ષના કિશોરનું અપહરણ તેને અભ્યાસ કરાવતી ૨૩ વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાય હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ૧૧ વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથે એક સીસીટીવી પણ લાગ્યા હતા. જેમાં વિદ્યાર્થી શિક્ષિકા માનસી સાથે જતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા દ્વારા એક દુકાન પરથી કોઈ વસ્તુ ખરીદી તેનું રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા.
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.