સુરતના કડોદરામાં એક હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર મચી છે. બાઈક પર આવેલા ત્રણ શક્સોએ આ જવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કડોદરા ખાતે શેઢાવમાં આ બનાવ બન્યો હતો. જેમાં હોમગાર્ડના જવાન કિશન રાઠોડની હત્યા કરવામાં આવી હતી. આમલેટની લારી પર ઉભા રહેલા આ જવાનની કોઈ કારણસર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ હત્યા કરી નાંખી હતી.મૃતક જવાન કિશન રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. જાકે હત્યાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું.
આ બનાવની જાણ થતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજા લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.