ગુજરાતના સુરતમાં હાર્ટ એટેકથી લોકોની ચિંતા વધી છે. છેલ્લા ૧૫૦ દિવસમાં હાર્ટ એટેકના કારણે અચાનક ૧૩૮ લોકોના મૃત્યુના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. નવી મુંબઈ અને સ્મીર હોસ્પિટલમાં દરરોજ ૧૦ થી ૧૦૦ લોકો ઈઝ્રય્ માટે આવે છે. આ અચાનક થયેલા મૃત્યુમાં મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.છેલ્લા ૧૫૦ દિવસમાં જ શહેરમાં ૧૩૮ લોકોના અચાનક મોત થયા છે. જેના કારણે ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે. સુરત શહેરની સિવિલ અને સ્મીર જ્યાં દરરોજ ૮-૧૦ લોકો ઈઝ્રય્ માટે આવતા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં આ સંખ્યા વધીને લગભગ ૧૦૦ થઈ ગઈ છે.
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવાનોનું હૃદય સતત કમજોર થઈ રહ્યું છે. આ દિવસોમાં લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની તેમના હૃદય પર અસર પડી રહી છે. જેના કારણે હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે. અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ એન્ડ ડાયગ્નોસ્ટીક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ સૂચવે છે કે ૨૦૧૫ સુધીમાં ભારતમાં લગભગ ૬.૫ કરોડ લોકો હૃદય રોગથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ ૨.૫ કરોડ લોકો ૪૦ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે.
ડબ્લ્યુએચઓનો લેટેસ્ટ રિપોર્ટ ભારતીયોને પણ ડરાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં ૭૫ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ ૨૦૧૯માં જ વિશ્વભરમાં લગભગ ૧.૮૦ કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી ૮૫ ટકા મૃત્યુ એકલા હાર્ટ એટેકને કારણે થાય છે.
કાર્ડિયોલોજિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જેમાં હૃદયના એક ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લોહી અને ઓક્સીજન લાંબા સમય સુધી પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. તેને લોહી ગંઠાઈ જવા પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબીના સંચયને કારણે થાય છે.
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જ્યારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ હૃદયના અજાણ્યા રોગો, યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડિહાઇડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યા છે અને હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે.