સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ૩ પુરુષ અને ૪ મહિલા સહિત કુલ ૭ લોકોને ઝડપી પાડ્યા છે. બંગલા નંબર ૧૧૪, આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન, પોલીસને ૪.૧૧ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેનો કુલ મુદ્દામાલ રૂ. ૧.૮૪ લાખનો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. રેડ સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (સ્ડ્ઢ) ડ્રગ્સનું ૪.૧૧ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪૧,૧૦૦ છે, તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ ૧૦ દારૂની બોટલોની (કિંમત રૂપિયા ૨,૮૮૦) અને ૪ ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧,૮૪,૯૮૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.