રાજ્યમાં ગેરકાયદેસર બેફામ ધમધમતા એકમોનું રાફડો ફાટી નીક્ળ્યો છે. નશાના કાળાકારોબારના સાથો સાથે જુદા-જુદા જિલ્લાઓમાં ધમધમતા ગેરકાયદેસર સ્પાએ ફરી માથું ઉચક્યુ છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં સ્પાની આડમાં ચાલતું કુંટણખાનને લઇ પોલીસ સજોક બની છે.અને આ ગોરખધંધા કરતા એકમો સામે તવાઇ બોલાવી છે. સુરત પોલીસ ફરી એકવાર ગેરકાયદેસર શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના સામે લાલઆંખ કરી છે.
સુરતના ઉમરા પોલીસ ખાનગીરાહે બતામી મળી હતી કે શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલા સ્પામાં ગેરકાયદેસર કુટણખાનું ચાલી રહ્યો છે અને યુવતીઓનો દહેવ્યાપર થઇ રહ્યો છે. તેના લઇ ચોક્કસ બાતમીના અધારે ઉમરા પોલીસે ૩ જુદા-જુદા સ્થળો પર આવેલા સ્પામાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન દોરડામાં મહિલા ,પુરુષ સહિત કુલ ૪૧ લોકોની ધરપકડ કરાઇ હતી જેમાં ૨૨ પુરુષો અને ૧૯ મહિલાએ મળી હતી જેમાં પાર્લે પોઇન્ટ વેસુ વિસ્તાર અને ,પીપલોજમાં વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પકડી પાડી ૫૦ હજોરથી વધુનો મુદ્દામાલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.