સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૬૭મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય વક્તા કાનજીભાઈ ભાલાળાએ જીવનશૈલીને તંદુરસ્તીનો આધાર ગણાવી, ૧૦૦ વર્ષથી વધુ જીવનારા લોકોના સર્વેના આધારે ‘દીર્ઘાયુનું મેઘધનુષ’ અંતર્ગત વહેલા સુવું-ઉઠવું, સાદુ ભોજન અને ચિંતામુક્ત રહેવા જેવી ૭ સારી ટેવો વિશે માહિતી આપી હતી.કાર્યક્રમમાં ‘સ્ટીલમેન ઓફ ઇન્ડિયા’ અને ફીટ ઇન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર વિસ્ફી ખરાદીનું અભિવાદન કરાયું હતું. તેમણે તંદુરસ્તી માટે કસરત, શુધ્ધ આહાર અને નિયમિતતાનું મહત્વ સમજાવ્યું હતું.અંતમાં, સ્પીડ સ્કેટીંગમાં ૪૦થી વધુ મેડલ મેળવનાર ખેલાડી જીશાંત દેવાણી તથા CA ફાઈનલ પાસ કરનાર કૃતિક શિંગાળા, પાર્થ રાજાણી અને યાજ્ઞિક માંગુકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડા. સ્નેહલ પટેલ અને બાબુભાઈ શેલડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








































