સુરતમાં સમસ્ત સેંજલિયા પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ કિસાન સંઘ પ્રમુખ અને સેંજલીયા પરિવારનું ગૌરવ પ્રફુલભાઈ સેજલિયા ,સુરતના પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ સેંજલિયા, રાજસ્થળી ગામના સરપંચ ગણપતભાઇ સેંજલિયા ઉપસ્થિત રહ્યા હતા.તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ આપવામાં આવી હતી આ તકે પરિવારના અભ્યાસ કરતા બાળકોને ઈનામ વિતરણ, મોમેન્ટ,ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરિવારના સુરતમાં રહેતા તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમિતિના પ્રમુખ નરેશભાઇ તથા ઉપપ્રમુખ હાર્દિકભાઈ, કલ્પેશભાઈ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.