સુરતમાં સફાઈ કામદારનું જેલમાં શંકાસ્પદ રીતે મોત થતાં ચકચાર મચી ગઈ છે. વ્યાજખોરના ત્રાસના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારનું જેલમાં મોત થયુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સફાઈ કામદાર યુવક બહાર હતો ત્યાં સુધી તેને કશું જ થયું ન હતુ, પરંતુ જેલમાં લઈ જવામાં આવતા તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગુજરાતી સમાચાર સબસ્ક્રિપ્શન
આ યુવક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૧૫ વર્ષથી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. તેની વ્યાજખોર દ્વારા પજવણી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને જેલમાં પણ વ્યાજખોરે ફસાવ્યો હોવાના કારણે જવું પડ્યું છે. આ મામલે યુવકના કુટુંબીજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.
આ ઘટના બતાવે છે કે રાજ્યમાં ગૃહપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી વારંવાર દાવો કરી ચૂક્્યા છે કે વ્યાજખોરોને છોડવામાં આવશે નહી, પ્રજાનું લોહી ચૂસનારા આ વ્યાજખોરો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. જા કોઈપણ વ્યાજખોર પકડાય તો તેને છોડવામાં નહીં આવે, પછી ભલેને ગમે તેવો ચમરબંધી હોય.
હવે આ કેસ જાઈએ તો ઘણી વખત આ બધી વાતો પોકળ નીવડતી હોય તેમ લાગે છે. સરકારે વ્યાજખોરો સામે આક્રમક કાર્યવાહી કરી હોવા છતાં પણ વ્યાજખોરોની ગરીબો પરથી પક્કડ હળવી પડી લાગતી નથી. હજી પણ ગરીબો વ્યાજખોરોની નાગચૂડમાંથી મુક્ત થયા નથી. આ જાતાં રાજ્ય સરકારે વ્યાજખોરો સામે જમીન સ્તરે વધુ આક્રમક કાર્યવાહી કરવી પડે તેમ લાગે છે.