સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે. આ બતાવે છે કે સગીરોને નાની વયે ફોન આપી દેવામાં આવે તો તેનું પરિણામ શું આવે છે. સુરતમાં ૨૦૨૧માં સોશિયલ મીડિયા દ્વારા વિધર્મી યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો.તેના પછી તેણે સગીરા સાથે સંપર્ક વધાર્યો હતો. તેને લગ્નનું વચન આપીને ભોળવી હતી. તેની પછી તેણે સગીરા સાથે કેટલીક અંગત પળો માણી હતી. લગ્નની લાલચ આપીને સગીરાનું શારીરિક શોષણ કર્યુ હતુ. અંગત પળોના ફોટા પાડીને વાઇરલ કરવાની ધમકી આપી હતી. તેણે સગીરાને ધમકી આપીને તેની પાસેથી રીતસર રૂપિયા પડાવવાનું શરૂ કર્યુ હતુ. તેણે સગીરા પાસેથી ટુકડે-ટુકડે કરીને ૬૬ હજાર રૂપિયા ઓનલાઇન પડાવ્યા હતા.જો કે તેને આટલેથી પણ સંતોષ ન થતાં વધારે રૂપિયાની માંગ કરી હતી અને ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આટલું ઓછું હોય તેમ યુવતીને નીચી જાતિની ગણાવીને તેની સાથે લગ્ન કરવાનો પણ ઇન્કાર કર્યો હતો. છેવટે કંટાળીને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોકબજાર પોલીસે તરત જ ચક્રો ગતિમાન કરતા વિધર્મી આરોપી મોહમ્મદ જિસાન સફિક ઉર રહેમાનની ધરપકડ કરવામાં આવી છે.આ ઘટના બતાવે છે કે પાકટ વય વગર જા બાળકોને મોબાઇલ ફોન આપી દેવામાં શું અંજામ આવે છે. તેમા પણ વગર સમજણે સોશિયલ મીડિયા પર સંપર્ક થકી અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરીને બાળકો પોતાના માટે કેવી મુસીબત નોતરી લે છે. આમ હવે પોલીસ આ કેસમાં લવજેહાદના એન્ગલથી કામ કરી રહી છે.પોલીસનું સ્પષ્ટપણે માનવું છે કે આ ઘટના લવજેહાદની લાગે છે. તેથી આ કેસમાં હવે લવજેહાદની જાગવાઈઓ અને તેની સાથે સગીરા હોવાના કારણે પોક્સોની જાગવાઈ લાગુ પડશે તે નિશ્ચિત છે. આમ આરોપીને તેના કારણે વધુને વધુ આકરી સજા થશે તેમ પોલીસ માની રહી છે. તેને વહેલામાં વહેલી તકે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે.










































