સુરત શહેરમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. બેગમપુરા ખાતેના મુગવાન ટેકરા પાસે રહેતા શખ્સે સગીરાને પ્રેમજોળમાં ફસાવી બેથી અઢી વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. પીડિતાના પરિવારને શંકા જતાં તેની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો. આ મામલે પીડિત પરિવારે પોલીસને તાત્કાલિક જોણ કરી હતી.તો પોલીસે આરોપીને ઝડપી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના બેગમપુરા ખાતે આવેલ મુગવાન ટેકરા પાસે રહેતો મોહમ્મદ સૈફ સલીમે આશરે બે થી અઢી વર્ષ જેટલા સમયથી સાડા પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજોરતો હતો. આ વાતની જોણ ત્યારે થઈ જ્યારે પીડિતા ના પરિવારે તેની પુત્રીનું પેટ જોયું તો આગળ ની ભાગે ઉપસી આવેલ ત્યારે પરિવારે તેને પૂછતા જણાવેલ કે મારા પેટમાં દુખાવો થાય છે. આ વાતને ગંભીરતાથી લઇ જ્યારે પરિવાર પુત્રી ને લઇ હોસ્પિટલે પહોચ્યું તો ત્યાંની હકીકત જોણી પરિવાર ચોંકી ગયું હતું. ફરજ પરના ડોક્ટરોએ જણાવેલ કે તમારી પુત્રી ગર્ભ થી છે.
આટલું સાંભળતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક પોલીસને આ વાતની જોણ કરેલ હતી. પોલીસ આ બાબતે વધુ તપાસ કરતા ખબર પડી હતી કે સગીરાનું મોહમ્મદ સૈફ સલીમ સાથે છેલ્લા બે થી અઢી વર્ષથી લગ્નની લાલચે શારીરિક સબંધો માં જોડાયેલ હતી. પરંતુ અંતે તેને લગ્નની ના પાડી દીધેલ જેથી મે પણ તેની સાથે સબંધો પૂરા કરી દીધેલ હતા. મારા પેટ માં અચાનાક દુખાવો શરૂ થતા મે મારા પરિવારને આ વિશે જોણ કરેલ હતી. હાલ તો મહિધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.