સુરતના અમરોલી-કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા-પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુની બિલ્ડીંગમાં રહેતા ત્રણ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જેથી ૪૫ વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોઘખોળ આદરી છે.
અમરોલી-કોસાડ આવાસમાં રહેતા શની અતુલ સોલંકી રાબેતા મુજબ ૬ વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયાં હતાં. રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભુપત ઓગણીયા અને તેના પિતા ભુપત ગગજી ઓગણીયા પણ શાકભાજીનો ધંધો કરે છે. આ પિતા પુત્રએ શની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ ઝઘડો પણ કર્યો હતો.ઝઘડો થયા બાદ પતિ-પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયાં હતાં. રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શની તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનોભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતાં. શનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજા બંધ કરી રહી હતી. આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જાઈ ચોંકી ગઈ હતી. તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી. જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો. જેમાં પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતાં આંતરડું બહાર આવી ગયું હતું.જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
હત્યારો અલ્પેશ છે તે આગાઉ પણ જેલની હવા ખાઈ ચુક્યો છે.અને અલ્પેશ વિરુદ્ધ અલગ અલગ ગુજરાત ના પોલીસ સ્ટેશન માં ચોરી ના ૬ જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.આણંદમા પણ ચોરી ની ઘટના માં અમરોલી પોલીસે જ અલ્પેશ ની ધરપકડ કરી આણંદ પોલીસ ને સોંપ્યો હતો.જેમાં તે થોડા સમય પહેલા જ જેલ માંથી બહાર આવ્યો હતો.બાજુ મા જ રહેતા સની તેમજ તેમના પિતા અતુલ અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો.અલ્પેશ અને સની બંને એકજ સમાજ છે.જાકે હુમલો કર્યા બાદ અલ્પેશ તેમના પિતા અને તેમના ભાઈ વતન સાવરકુંડલા નાસી છૂટ્યા હોવાની પોલીસ ને બાતમી મળી હતી.જેથી પોલીસે એક પીએસઆઇ સાથે ટિમ સાવરકુંડલા રવાના કરી હતી .ત્યાં ચારેય આરોપી ને ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી હતી.હાલ ચારેય આરોપી નો કબજા મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.