રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પણ હવે આ વાયરસે કેસની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધુ છે. શહેરની શાળાઓમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે.એક તરફ રાજ્ય સરકાર શાળાઓને ઓફલાઇન શરૂ કરી રહી છે એટલે કે વિદ્યાર્થીઓને શાળામાં જવાની ફરજ પાડી રહી છે ત્યારે હવે સુરતમાં શાળાઓમાં જ કોરોનાનાં કેસ વધતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જણાવી દઇએ કે, શહેરમાં બે શાળાઓ જેમા સવાણી શાળામાં ૨ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ છે. કહેવાઇ રહ્યુ છે કે, આ વિદ્યાર્થી તેના કોરોના સંક્રમિત પિતાનાં સંપર્કમાં આવતા પોઝિટિવ થયો હતો. બીજી તરફ આઇ.એન ટેકરાવાળા શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે. તંત્રએ સલામતીનાં ભાગરૂપે વર્ગખંડને બંધ કર્યો છે. વળી વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમા તમામ વિદ્યાર્થીઓનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા ઘણા દિવસોથી જાવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલો કોરોનાનો કહેર હવે ફરી જાવા મળી રહ્યો છે અને સતત કોરોનાનાં કેસમાં વધારો જાવા મળી રહ્યો છે. જેના લીધેલોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જાવા મળી રહ્યો છે. જ્યારે હાલનાં સમયમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્‌યો છે. સતત વધી રહેલા કેસનાં કારણે આવનારા સમયમાં રાજ્ય સરકાર અને તંત્રની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાઇ નથી.