સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા આરોપી ફેનિલને ફાંસીની સજો ફટકારી છે. આ કેસને ન્યાયાધીશે રેરેસ્ટ આૅફ રેર ગણાવ્યો છે. ૧૨મી ફેબ્રુઆરીએ સુરતમાં ફેનિલે ગ્રીષ્મા પટેલની હત્યા કરી નાખી હતી. સુરતમાં છેલ્લા પાંચ મહિનાનો ઇતિહાસ તપાસીએ તો કુલ ચાર કેસમાં આરોપીઓને ફાંસીની સજો ફટકારવામાં આવી છે.
જેમાં (૧) ફેનિલ ગોયાણી (હત્યા કેસમાં ફાંસી): ૫, મે ૨૦૨૨ ૧૨ ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે માત્ર ૬૯ દિવસમાં જ દોષિત જોહેર કર્યો હતો. જોકે, અલગ અલગ કારણોથી સજોની સુનાવણી બે વખત ટળી હતી. આખરે આજે કોર્ટે તેને ફાંસીની સજો સંભળાવી છે.
(૨) હર્ષસહાય રામરાજ ગુર્જર (હત્યા કેસમાં ફાંસી) ૭ માર્ચ, ૨૦૨૨ સુરતમાં ૨૦૧૮ના વર્ષમાં એક ૧૧ વર્ષની કિશોરીની લાશ મળી હતી. છ દિવસ બાદ એક મહિલાની લાશ મળી હતી. કિશોરી પર બળાત્કાર થયો હતો, અને બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. મહિલાને ગળેફાંસી આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સીસીટીવીની તપાસ બાદ માતા-દીકરીની હત્યા થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. આ કેસમાં નરાધમે દીકરીની સામે માતાની હત્યા કરી હતી. બાદમાં કિશોરી સાથે હેવાનિયત આચરી હતી અને તેની પણ હત્યા કરી નાખી હતી. આ કેસમાં હર્ષસહાય રામરાજ ગુર્જરને કોર્ટે ફાંસીની સજો ફટકારી હતી. અન્ય એક આરોપી હરિઓમ હીરાલા ગુર્જરને આજીવન કેદ ફટકારવામાં આવી હતી.
(૩) દિનેશ બૈસાણે (દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસી) ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ સુરતના પાંડેસરા વિસ્તરામાં વર્ષ ૨૦૨૦માં એક ૧૦ વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. બાળકી પર બળાત્કાર ગુજોર્યા બાદ ઇંટોના ઘા મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી દિનેશને ફાંસીની સજો સંભળાવી હતી. કેસની તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આરોપી વડાપાંઉની લાલચ આપીને બાળકીને ઉઠાવી ગયો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ ગુજોર્યું હતું અને હત્યા કરી નાખી હતી.
(૪) ગુડ્ડુ યાદવ (બળાત્કારના આરોપીને ફાંસીની સજો) ૭ ડિસેમ્બર, ૨૦૨૧ સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાનો કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. ચોથી નવેમ્બર, ૨૦૨૧ના રોજ બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજો ફટકારી હતી. આ કેસમાં ફક્ત સાત જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી. આરોપીને સાતમી ડિસેમ્બરના રોજ દોષી જોહેર કરાયો હતો અને સાતમી ડિસેમ્બરના રોજ ફાંસીની સજો સંભળાવવામાં આવી હતી.