થોડા દિવસ પહેલા શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં બનેલી સનસનાટીભરી હત્યાકેસમાં કુખ્યાત સલમાન લસ્સી ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જાકે ધરપકડ સમયે બે નરાધરોએ ફ્રેક્ચર પટ્ટીમાં લપેટાયેલા દેખાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હવે આ “ફેક્ચર” સાચું છે કે બચાવની ચાલ, તે મુદ્દે પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.હત્યા કેસની વિગતવાર વાત કરીએ તો, સુરતના ભેસ્તાનના ઓલ ખલીલ ટી સેન્ટર ખાતે બનેલી આ ઘટનામાં ઉત્તર પ્રદેશના વતની યુવાન શકીલની ચપ્પા અને લોખંડના પાઇપથી હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ મુજબ, અગાઉથી ચાલી રહેલી અદાવતને લીધે શકીલને જીવ ગુમાવવો પડ્યો છે, ઘટના સમયે આરોપીઓએ “તું મારા મિત્રને ઠપકો કેમ આપ્યો?” કહીને હુમલો કર્યો હતો. ધરપકડ વખતે શાહરૂખ અન્સારી હાથમાં ફ્રેક્ચર પટ્ટી સાથે આવ્યો હતો, જ્યારે ઈમરોઝે જણાવ્યું કે, તે બાઇક પરથી પડી ગયો છે. બંનેએ ઈજાના બહાને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. ત્યારે એસીપી દીપ વકીલે જણાવ્યું કે, “બંને આરોપીઓએ ઈજાનું કારણ અલગ અલગ બતાવ્યું છે. તેમની મેડિકલ ફાઈલો મંગાવી છે. રિપોર્ટના આધારે ખબર પડશે કે ઈજાઓ વાસ્તવિક છે કે નાટક.”નોંધનીય છે કે, આ હત્યાકાંડ અને લસ્સી ગંગેના મુખ્ય સૂત્રધાર સલમાન લસ્સી પર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૨ ગુના, ઈમરોઝ દાલ ચાવલ પર ૪ ગુના અને અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર ૨ ગુના નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદી સોહેલ ગુલામ શેખ પર પણ ૯ જુદા જુદા ગુના દાખલ છે. હાલ પોલીસ ફ્રેક્ચર સંબંધિત દસ્તાવેજાની ક્રોસ વેરીફિકેશન કરી રહી છે. આરોપીઓએ ખરેખર ઈજાઓ કરી છે કે પછી પોલીસ તપાસમાં સહાનુભૂતિ મેળવવા માટે નાટક કર્યું છે — તે અંગે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. જાકે ભેસ્તાન પોલીસના ઝડપી પગલાં અને ચાર ટીમોની મહેનત બાદ આ કુખ્યાત લસ્સી ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓ જેલભેગા થયા છે, જ્યારે કેસની મેડિકલ તપાસથી નવી દિશા મળવાની શક્યતા છે.









































