બિહારની ચૂંટણી માટે હવે આરપારની લડાઈ થઈ રહી છે. ત્યારે ચૂંટણી બિહારમાં, પણ રાજકીય ગરમાવો સુરતમાં આવ્યો છે. સુરતના અમરોલીમાં યોજાઈ બિહારવાસીઓ સાથે સીઆર પાટીલની વર્ચ્યુઅલ સભા યોજાઈ હતી. જેમાં સુરતમાં રહેતા બિહારી લોકોને સીઆર પાટીલે હાકલ કરી હતી. જલશક્તિ મંત્રી સીઆર પાટલે કહ્યું કે, એનડીએ સરકાર બનાવવા સુરતમાં રહેતા લોકો પોતાના સબંધીઓને ફોન કરે. બિહારમાં રહેતા લોકો કહે છે કે સુરતમાં બિહારના લોકો રહે છે તેમને બિહાર બોલાવવા જાઈએ. બિહારમાં રહેતા લોકોને પણ સુરતમાં રહેતા બિહારી લોકો પાસે અપેક્ષા છે. ૧૨૦૦ થી ૧૩૦૦ લોકો બિહારના અલગ અલગ વિધાન સભા બેઠક પર કામ કરી રહ્યા છે. અન્ય લોકો પણ બિહાર આવવા માંગે છે, પણ મુશ્કેલ છે. સુરતમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટી માટે બિહારની જનતા કામ કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે, તમે અહીથી પ્રધાનમંત્રી મોદીજીનો હાથ મજબૂત કરી શકો છે. બિહારમાં રહેતા લોકો સાથે સુરતના લોકો વાતચીત કરે. બિહારનો સાચો વિકાસ બીજેપી સાથે છે તે બિહારમાં રહેતા લોકોને સુરતમાં રહેતા બિહારના લોકો દ્વારા સમજાવવામાં આવે. વિકાસ બિહારને આગળ લઈ જશે અને આજ વિકાસ ભવિષ્યના લોકો માટે પણ જરૂરી છે. આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, સુરત મિની ભારત છે. સુરતમાં તમામ રાજ્યોના લોકો રહે છે. જેમાં બિહારના લોકો પણ છે. સુરતમાં રહેતા બિહારના લોકો તેમના સબંધીઓને ફોન કરે અને એનડીએ સરકાર બનાવવા મતદાન કરે તે માટે અપીલ કરે. આગામી ૬ અને ૧૧ નવેમ્બરના રોજ પણ ચૂંટણીનો તહેવાર ઉજવી સુરત આવે.
બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રચાર પૂરજાશમાં જામ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આજે બિહારમાં મુઝ્ઝફરપુરમાં ચૂંટણી સભા સંબોધી અને રાહુલ અને તેજસ્વી પર પ્રહાર કર્યા. તો રાહુલ ગાંધીએ પણ બિહારમાં આજે નાલંદામાં જનસભાને સંબોધીને ભાજપ અને જેડીયુ પર આકરા પ્રહાર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજી ચૂંટણી સભા સંબોધી. ચૂંટણીસભાને સંબોધતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને પ્રધાનમંત્રી મોદીએ આડે હાથ લીધા. જામીન પર છુટેલા બન્ને યુવરાજા હવે બિહારને લૂંટવા માટે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને ભ્રષ્ટ નેતાઓ ગણાવ્યા હતા. દર વખતની ચૂંટણીમાં આ વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યાનો રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ, રાહુલ ગાંધીએ ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર અને હરિયાણાની જેમ બિહારમાં વોટ ચોરી કરીને સત્તામાં આવવા માંગે છે. પાંચ નવેમ્બર અને અગિયાર નવેમ્બરના રોજ બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે રાજકીય નેતાઓ ચૂંટણીમાં જાર શોરથી પ્રચારમાં ઉતર્યા છે. ત્યારે બિહારની જનતા આ વખતે પરિવર્તન લાવશે કે પૂનરાવર્તન લાવશે તે તો ૧૫ નવેમ્બરે જ ખબર પડશે.








































