સુરત પુણાગામ વિસ્તારના સીતાનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલા યુવકે લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલાની ગંભીરતાને જાતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, સુરત પુણાગામ વિસ્તારમાં સીતાનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં લૂંટ વિથ દુષ્કર્મની ઘટના બની. આરોપીએ મહિલાના ઘરમાંથી રૂ. ૨૫ હજારની લૂંટ કરી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અગાઉ પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનમાં મહિલા પર લૂંટ તથા દુષ્કર્મ કરી તેની હત્યા, રાજ્ય- મહારાષ્ટ્ર આ ઉપરાંત અન્ય એક હત્યા ૧૭થી ૨૧ ઓક્ટોબરની વચ્ચે કરી હતી, જેમાં પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં આરોપી બેઠો હતો, જેમાં એક મહિલા મુસાફરી કરી રહી હતી. તે એકલી પડતાં સોલાપુર, મહારાષ્ટ્ર સ્ટેશન આસપાસ તેની સાથે દુષ્કર્મ કરી તેનું ગળું દબાવી હત્યા કરી. એ પછી લૂંટ કરી ટ્રેનમાંથી ઊતરી ગયો હતો. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે. તેણે ૨૫ દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં ૩ મહિલા અને ૨ પુરુષની હત્યા કરી છે. એમાં ૨ રેપ વિથ મર્ડર અને ૩ હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટા ભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે. હાલ તો વલસાડ પોલીસે આ સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો.