યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃંદાવન ફાર્મ સીમાડા સુરત ખાતે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ અંકીતભાઈ બુટાણીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા વડીલોના જન્મદિવસની ઉજવણી વડીલોની સામૂહિક પૂજા-અર્ચના કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મા-બાપને ભુલશો નહી નાટક રજૂ કરાયું હતું. આ ઉપરાંત સમય સાથે જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય તે વિષય પર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓને ઊંડાણપૂર્વક સમજ અપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ધીરૂભાઈ કોટડીયા, કાનજીભાઈ ભાલાળા, વલ્લભભાઈ સવાણી, મનહરભાઈ સાચપરા અને રાકેશભાઈ દુધાત સહિત સમાજીક સંસ્થાના અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓએ હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો. આ તકે સંસ્થાના સેવાભાવી સભ્ય જીગ્નેશભાઈ ઢોલાએ રૂ.૧,૨૧,૦૦૦ નું અનુદાન આપ્યું હતું.