સુરતમાં આંજણા એચટીસી માર્કેટ પાસે યુટ્યુબર ઝુબેર જહાંગીરખાન પઠાણ પર ત્રણ સગીર સહિત ૪ જણાએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. જેમાં સલાબતપુરા પોલીસે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ અને અન્ય ૭ સગીર સહિત ૯ની ધરપકડ કરી હતી. આ હત્યામાં હત્યામાં રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આંજણા અનવર નગરમાં રહેતા ઝુબેર જહાંગીરખાન પઠાણ સ્થાનિક યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો. રવિવારે રાત્રે તે આંજણા એચટીસી માર્કેટ પાસે સીતારામ ટી સેન્ટર પાસે મિત્ર તોસીફ સાથે બેઠો હતો. ત્યારે ચાર લોકોએ આવી ઝુબેર પર ચપ્પુના ૩૪ ઘા મારીને નાસી ગયા હતા. ઝુબેરની હાલત ગંભીર જાતા સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સલાબતપુરા પોલીસે આ મામલાની તપાસ કરી હતી, જેમાં હત્યામાં રેહાન અને ૧૭ વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા તેવું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રેહાન અને આરોપીઓ મૃતકના ઘર નીચે બેસી પસાર થનારની મશ્કરી કરતા હતા. આ અંગે ઝુબેરે અનેક વખત તેમને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ પૂર્વે અરજી કરી હતી. જેની અદાવત રાખીને હત્યા કરાઈ હતી. હત્યામાં રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ પૂછપરછમાં હત્યાનું જે કારણ સામે આવ્યું તે જાણી ખુદ પોલીસ ચોકી ઉઠી હતી. થોડા દિવસ પહેલા હત્યારાઓ આંજણાફાર્મ એચ.ટી.સી. માર્કેટ ૦૧ સામે મૃતકના ઘરની બહાર બેસતા હતા. મૃતકને આ વાત પસંદ નહોતી. અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી. જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓએ મળીને જુબેરની હત્યા કરી હતી. મૃતક જ્યારે તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક બાળકિશોરો ત્યાં ધસી આવ્યા હતા. આ તમામ લોકોએ મૃતક ઉપર એક પછી એક હુમલો કર્યો હતો અંદાજિત ૩૫ જેટલા ઘા મૃતકને ઝીંકી નાખ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ મૃતકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો સમગ્ર બનાવવામાં સલાબતપુરા પોલીસે તમામ આરોપીઓને કોટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.