સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ભાજપ .ુવા મોરચાના માજી મંક્ત્રી મનીષ શાહ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હરીશ મડિયાર નામની વ્યકતીએ મનીષ શાહ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હરીશ મડિયાર અને મનીષ શાહ જાળવામાં દાળ મિલમાં ધંધા પેટે જાડાયા હતા. હરીશ મડિયારે આક્ષેપ કર્યો છે કે મનીષ શાહ ઘંધામાં ખોટ બતાવીને હિસાબ આપતા નથી. જેમાં મનીષ શાહ પાંચ લાખથી વધુ રકમ ચુકવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજીતરફ હરીષ મડિયાર મનીષ શાહ પાસે ઉઘરાણી કરવા જતા હતા ત્યારે મનીષ શાહ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ અંગે હરીશ મડિયારે
આભાર – નિહારીકા રવિયા પલસાણા પોલીસ સ્ટેશનમાં મનીષ શાહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પલસાણા પોલીસે મનીષ શાહ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.