કાગળ પર કરોડોનો વેપાર કરતાં ભેજાબાજાએ હીરા વેપારીને ઠગી લીધો છે. મહિધરપુરામાં હીરાના બે વેપારી દ્વારા દલાલ સાથે ૧.૧૧ કરોડની ઠગાઈ કરવામાં આવી છે. દીનકર પટેલ પાસેથી હીરા વેચવા લીધા બાદ પેમેન્ટ અપાયું નહીં અને વેપારીને રાતા પાણીએ નવડાવ્યો હતો.
ગૌરવ પાનવાલા અને પિંકેશ જાડાવાલા દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. સમગ્ર મામલે હીરા વેપારી દિનકર પટેલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હીરા વેપારી ગૌરવ પાનવાલા અને પીન્કેશ જાડાવાલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે વિશ્વાસ અને પર્ચી પર હીરા ઉદ્યોગ ચાલે છે. આ પ્રકારના બનાવ આખી સિસ્ટમને ડગમગાવી રહ્યા છે.