સુરત શહેરમાં હત્યા અને અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતનાં પાંડેસરામાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.શ્રીરામનગર પાસે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે સુરતમાં ક્રાઇમરેટમાં વધારો થવા પામ્યો છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો.
આ પહેલા કામરેજના વલણ ગામ નજીકથી કારખાનેદારની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સુરતના અલથાણ રેવન્યુ ખાતે રહેતા હિરેન રાણપરિયા નામના વેપારીની લાશ મળી આવી હતી. વલણ ગામથી અલુરા ગામ જતા માર્ગ પરથી લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. થોડે દૂરથી ખુલ્લા દરવાજો સાથે એક કાર પણ મળી આવી હતી. મૃતક કામરેજના પરબ ગામે લેસપટ્ટીનું કારખાનું ધરાવે હતી. ખીસ્સામાંથી મળેલા ઓળખપત્ર થી ઓળખ થઈ હતી. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.