સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ૮ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ૭ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે (મંગળવારે) કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજો જોહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે ૨૯ દિવસમાં ફાંસીની સજો આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો પહેલો ચુકાદો છે.
પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજોરી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં ૩૮ વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજ (મંગળવાર)ના રોજ સુધી મુલત્વી રાખ્યો હતો. આરોપીને કડક સજો અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજો આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ ૩૧ એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજોરી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજો આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજોરેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોર્ડબોલી ઉઠયા હતા.આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટમાં લવાયો હતો . આ દરમિયાન આરોપી ગુડ્ડુ કોર્ટની અંદર અને બહારની કસ્ટડીમાં હતો ત્યારે ગુનાના લીધે તે પસ્તાતો હોય એવુ એના ચહેરા પર જરાય લાગતો નહતો.જ્યારે સજો સાંભળ્યા બાદ આરોપીની આંખ છલકાઈ હતી.
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિ એવો ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરમાં ળઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજોરી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસ ગીરફતમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રૂજ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી. કુલ ૬૯ સાક્ષી પૈકી સરકાર પક્ષે ૪૨ સાક્ષી જ ચકાસ્યા હતા.
સરકાર પક્ષની દલીલ હતી કે સજો ગેરબંધારણીય નથી. આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની કેટેગરીમાં આવે છે. જેથી તેને ફાંસીની જ સજો કરવી જોઇએ. ફાંસીની સજોની દલીલ અગાઉ સરકાર પક્ષે ફાંસીની સજોનો પૂર્વ ઇતિહાસ બતાવ્યો. અમેરિકામાં થોડા સમય માટે ફાંસીની સજો દુર કરાઈ,બાદમાં ગુના વધ્યા અને ફરી ફાંસીની સજો આવી. જો ગુનો ગંભીર હોય અને રેરેસ્ટ ઓફ રેર હોય તો ફાંસી આપવી જોઇએ. રેરેસ્ટ ઓફ રેર કોને કહેવાય, એ પણ જોણવા જેવુ છે. ગુનામાં કોઇ અસામાન્ય બાબત છે. અને જો અસામાન્ય સંજોગ હોય તો આજીવન કેદની સજો કેમ ઓછી પડે એ જોવું જોઇએ. ઉગ્ર થતાં અને શાંત થતાં સંજોગો તેમાં ધ્યાને લેવાય છે. ઉગ્ર સંજોગો જેમાં પ્રોસિક્યુશન તરફે જે દલીલો હોય, અને શાંત થતા સંજોગો જેમાં હાલનો આરોપી કહે છે કે મારા બે સંતાનો છે. બધું જોયા બાદ એમ લાગે કે ફાંસી જરૂરી છે તો ફાંસી કરવી જોઇએ. આ કેસમાં પોક્સો વગેરે સહિતની કલમો છે. જે બતાવે છે કે સોસાયટીને જરૂર છે કે આવા આરોપીઓને કડક સજો મળે. બાળકીનો પરિવાર આરોપીને આંગળી પણ અડાવી શકતો નથી કેમકે તે કાયદામાં માને છે, પરંતુ કલમ આરોપીને ફાંસીની સજો અપાવી શકે છે.
પોલીસે ૨૪૬ પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.