હાલના સમયમાં નકલીની હારમાળા વચ્ચે શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ બેગ બનાવતું કારખાનું પકડાયું છે. આ મામલે પોલીસે રેડની કાર્યવાહી દરમિયાન પુમા, ડીઝલ અને એડવેન્ચર બ્રાન્ડની કુલ ૯૫૫ બેગ સાથે આ ડુપ્લીકેટ ટ્રાવેલિંગ બેગ બનાવનાર આરોપીઓની ધરપકડ કરી છે, પકડાયેલા આ બેગની કુલ કિંમત રૂપિયા ૪,૭૭,૦૦૦/- થાય છે, ત્યારે આ નોંધવા જેવી બાબત છે કે, આ કાર્યવાહી સુરત શહેર પોલીસ ઝોન-૦૨ એલસીબી તથા ઉધના સર્વેલન્સ ટીમે સાથે મળીને હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, સુરત શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતા એક કારખાનામાંથી બ્રાન્ડેડ કંપનીઓની નકલી સ્કૂલ તથા ટ્રાવેલ બેગ બનાવવામાં આવી રહી
આભાર – નિહારીકા રવિયા હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે ઉધના પોલીસે દરોડા પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કારખાનામાંથી પુમા કંપનીની ૨૭૨ સ્કૂલ બેગ, ડીઝલની ૬૦ સ્કૂલ બેગ અને એડવેન્ચર બ્રાન્ડની ૬૨૩ ટ્રાવેલ બેગ મળી આવી હતી. જ્યાં કુલ રૂ. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના નોયડામાં રહેતા કપિલ મોહન ત્યાગી પુમા અને ડીઝલ જેવી બ્રાન્ડેડ કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિ છે. જેઓએ સુરતમાં બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટના કાપિરાઇટના ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની માહિતી પોલીસને આપી હતી. સુરત મુલાકાત દરમિયાન તેમને ઉધનામાં નકલી બેગ બનાવાતી હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પુમા અને ડીઝલ સહિત એડવેન્ચર બ્રાન્ડની મળીને કુલ ૯૫૫ ડુપ્લીકેટ ટ્રાવેલિંગ બેગ જપ્ત કરાઈ છે, સાથે કંપનીના કારખાનેદાર મોહમ્મદ સહેજાદ મોહમ્મદ સત્તાર આલમ (રહે. સાનિયા રેસિડેન્સી, રાંદેર) અને ઇફતેખાર ઇકબાલ અહમેદી સલમાની (રહે. પટેલ નગર, ઉધના)ને કાપિરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ હવે આ નકલી બેગનું માર્કેટિંગ નેટવર્ક તથા તેની સપ્લાય ચેઇન વિશે વધુ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે.