સુરતમાં પરીણિતાએ આત્મહત્યા કરી તે કેસમાં મકાન માલિકની ધરપકડ કરવામાં આવ્યો છે. સુરતના સચિન  વિસ્તારમાં પરીણિતાએ આત્મહત્યા કરતાં આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરીણિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ૨૩ વર્ષીય પરીણિતાના કોઈ યુવક સાથે આડા સંબંધ હતા. તેણે પ્રેમીની વિરુદ્ધ ઓડિયો રેકો‹ડગ કરીને આત્મહત્યા કરી હતી. તેણે ઓડિયા રેકો‹ડગમાં પ્રેમીને જણાવ્યું હતું કે તે આઠ મહિનાથી જુદી-જુદી હોટેલોમાં બોલાવીને મારું શારીરિક શોષણ કર્યુ છે. હવે હું તને બતાવી દઇશ. તેના પછી તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પોલીસે તેના પ્રેમી અને મકાનમાલિક અજય મૌર્યની ધરપકડ કરી છે. આ કેસની વિગતો એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશની વતની અને હાલમાં સચિન પરીણિતા તેના પતિ અને પુત્ર સાથે રહેતી હતી. પતિ જરીકામ ખાતામાં કામ કરીને કુટુંબનું ભરણપોષણ કરતો હતો. પરિણીતાએ પાછા પાંચ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. પરીણિતાએ ગઇકાલે સાંજે રસોડામાં લગાવેલી લોખંડની એન્ગલ પર દોરડું લગાવી આત્મહત્યા કરી હતી.પરીણિતાના પતિએ પણ જણાવ્યું હતું કે તેની પત્નીના યુવક સાથે આડા સંબંધ હતા, પણ તેની મને ખબર આજે પડી હતી. પતિના ફોનમાં જ પરીણિતાના તેના પ્રેમી સાથેના ચાર રેકો‹ડગ મળી આવ્યા હતા. તેમા છેલ્લા રેકો‹ડગમાં પરીણિતાએ જણાવ્યું હતું કે તે મારું આઠ મહિના સુધી જુદી-જુદી હોટેલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યુ છે.મૃતક પરીણિતાના પતિએ જણાવ્યું હતું કે મને તેના આડા સંબંધો અંગે કશી ખબર જ ન હતી.  હું જરીકામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે મને પડોશીને ત્યાંથી ફોન આવ્યો હતો કે ઘરે જલ્દી આવો, તમારા ઘરે દુર્ઘટના બની છે. હું કારખાનાએથી ઘરે આવ્યો ત્યારે જાયું તો મારી પત્નીએ ફાંસો ખાઈ લીધો હતો. આ સમયે મને ખબર પડી કે તેના યુવક સાથે આડા સંબંધ હતા.જ્યારે પરીણિતાના મૃતદેહને ઉતારનારા નજીકના પડોશીઓનું કહેવું છે કે આ આત્મહત્યા જેવું લાગતું નથી. કોઈએ તેને રીતસર લટકાવી દીધી જ હોય તેવું લાગે છે. તેના ગળાના ભાગે ઇજાના નિશાન છે, બાકી બધુ તો પોલીસ તપાસમાં જ ખબર પડશે.