નશાનો કાળો કારોબાર કરતા સોદાગરોએ હવે બાળકોને પોતાનો હાથો બનાવ્યો છે. સુરતમાં આવા જ એક ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે.પૂણા પોલીસે રાજસ્થાનના વિદ્યાર્થીને અફીણની હેરાફેરી કરતા ઝડપ્યો છે.વિદ્યાર્થી રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો. ધો-૯માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરતો હતો. પોલીસે વિદ્યાર્થી પાસેથી રૂપિયા ૧.૯૮ લાખના અફીણનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ૯ માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક ૧૬ વર્ષીય કિશોરને ૧.૯૮ લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયલો કિશોરના બેગમાં અફીણ મૂકાયુ હતું. નશાના સોદાગર બાળકના સ્કૂલ બેગમાં અફીણ મૂકીને તેની હેરાફેરી કરાવતા હતા. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો.
પોલીસે બાતમીના આધારે કિશોરને અફીણ સાથે પકડ્યો હતો. ડ્રગ્સના હેરાફેરી માટે પહેલા દંપતીનો ઉપયોગ કરાતો હતો, પરંતુ પોલીસ સતર્ક બનતા હવે નશાખોરો બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. પૂણા પોલીસને માહિતી મળી હતી, જેના આધારે રસ્તા પર અફીણ લઈને જતા કિશોરને પકડી પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોઈ બાળક અને વિદ્યાર્થી પર કોઈની ખાસ નજર ન જોય એ માટે કિશોર મારફતે ડ્રગ્સ માફિયા હેરફેર કરતા હોવાનું તારણ છે. બાળકની બેગની તપાસ કરતા તેમાંથી અફીણ મળ્યું જેને પોલીસે કબજે કર્યું છે. પોલીસે આ બાળકિશોરની પણ અટકાયત કરી છે. તો આ અફીણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને અપાતું હતું તે દરેક બાબતે સુરત પોલીસ તપાસ કરી
રહી છે. મહત્વનું છે કે ઘટના બનતા ર્જીંય્ પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. કારણકે એક વિદ્યાર્થી દ્વારા હેરફેર કરતા હોવાના મામલાને ગંભીર ગણી, સુરત પોલીસ કમિશ્નર પણ આ તપાસ અંગે સચેત બન્યા છે. અને એસઓજીને તપાસના આદેશ આપ્યા છે.