સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક પરિણીત મહિલા પૂજાબેન અને તેના ૩ વર્ષના પુત્ર કૃષવનું શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયું છે.આ ઘટના સોસાયટીના તે ભાગમાં બની હતી જ્યાં પરિવાર છઠ્ઠા માળે રહે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે પૂજાબેને ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હશે, જેમાં તેમના પુત્રનું પણ મૃત્યુ થયું હતું. જાકે, પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પૂજાબેન સોસાયટીના ૧૩મા માળે ડ્રેસ સીવવા ગયા હતા. આ દરમિયાન તેઓ તેમના પુત્ર કૃષવને પણ પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટના ગણેશ પંડાલ પાસે બની હતી, જ્યાં માતા અને પુત્ર સૂતેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી સોસાયટીના રહેવાસીઓ આઘાત અને શોકમાં છે. પોલીસના શરૂઆતના અંદાજ મુજબ, પૂજાએ કોઈ કારણસર આત્મહત્યા કરી હશે, અને આ દરમિયાન તેનો પુત્ર પણ તેની સાથે હતો. જાકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. અલથાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે.








































