સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરાયાની ફરિયાદો ઉઠતા ભાજપ કોર્પોરેટર તાપી નદીનું નિરીક્ષણ કર્યુ હતું. નદીમાં ગટરનાં ગેરકાયદે જોડાણ શોધી કાઢતાં તપાસનાં આદેશ આપ્યા છે.
પીવાનું પાણી પૂરૂં પાડતી નદીને છેલ્લા ઘણાં વર્ષોથી મલિન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણનાં યુગમાં ફેક્ટરીઓ સ્થપાતા રસાયણયુક્ત પાણીનો નિકાલ કરવામાં નદીઓનો જ સૌથી વધુ ઉપયોગ કરાતો હોય છે, પરિણામે લોકોને શુદ્ધ પાણી મળી રહેવાની શક્યતાઓ ઘટતી ગઈ છે. સુરત શહેરમાં જીવાદોરી સમાન તાપી નદીને મલિન કરવાનો પ્રાસ કરાયો છે. ફ્લડગેટમાંથી કેમિલકયુક્ત પાણી ઠલવાતા ઈન્ટેકવેલથી ઉલેચેલ પીવાના પાણીની ગુણવત્તા કથળી છે. સાથોસાથ પીવાના પાણીના પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે.
પાણીની ફરિયાદો ઉઠતા ભાજપ કોર્પોરેટર તાપી નદી પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ભાજપ કોર્પોરેટરે બોટમાં ત્રણ કિમીથી વધુની નદીમાં સફર કરી નિરીક્ષણ કર્યુ હતું. બોટમાં બેસીને ભાજપ કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ કરાયું છે. જીસ્ઝ્રમાં પાણી સમિતિના ઉપાધ્યક્ષ કૃણાલ પટેલે પણ નિરીક્ષણ કર્યુ હતું. નદીમાં ગટરનાં ગેરકાયદે જોડાણ પણ કોર્પોરેટરે શોધ્યાં હતા.
અઠવા-રાંદેરઝોનમાં જ ગંદાં પાણીની ૬૦થી વધુ ફરિયાદોનાં આધારે ભાજપના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા હતા. વરિયાવ પાસે પારાવાર ગંદકી અને માથું ફાળે તેવી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફલડગેટમાંથી કેમિકલ પાણી અને ગંદકી ઠલવાતી દેખાઈ હતી. છાપરાભાઠા પાસે આવેલ ફલ્ડગેટની પણ એ જ હાલત જોવાન મળી હતી. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠલવાય છે. સમગ્ર મામલે કોર્પોરેટરે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા છે.










































